
જીલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન બાદી દ્વારા કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરાઇ…
વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મચ્છુ-1 ડેમની કેનાલમાંથી શિયાળું પાકમાં વર્ષોથી લિફ્ટ ઇરીગેશનથી સિંચાઈનો લાભ મેળવતા ખેડૂતોને વર્તમાન વર્ષથી અચાનક સિંચાઈનો લાભ અટકાવી દેવામા આવેલ હોય, ત્યારે આ મામલે વર્તમાન કમોસમી વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની પહોંચી હોય, ત્યારે શિયાળુ પાકમાં ખેડૂતોને કેનાલમાં પાણી છોડાતા સારા પાક સાથે વળતરની આશા બંધાઇ હોય,


ત્યારે જ વર્તમાન વર્ષથી અચાનક જ કેનાલની આજુબાજુના વિસ્તારમાં લિફ્ટ ઈરીગેશન (ઇલેક્ટ્રિક મોટર)થી સિંચાઈનો લાભ મેળવતા ખેડૂતોને અચાનક આ લાભથી વંચિત રાખવામાં આવતા હજારો ખેડૂતો પર સંકટોના વાદળ ઘેરાઇ રહ્યા છે. જેથી આ મામલે વાંકાનેર પંથકના તમામ ગામોના ખેડૂતોને તાત્કાલિક લિફ્ટ ઈરીગેશનથી પણ પાણીનો લાભ આપવામાં આવે તેવી માંગ જીલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન બાદી દ્વારા કાર્યપાલક ઇજનેરને કરવામાં આવી છે….




