વાંકાનેર તાલુકાના લાલપર ગામ ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે….
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક આવેલા લાલપર ગામે રહેતા સદામભાઈ અલ્લારખાભાઈ દલવાણી (ઉંમર વર્ષ ૩૪) નામના યુવાને ગઇકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેથી બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થળનું પંચનામું કરી, યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે…






