વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના કુંભારપરા ભઠ્ઠી વિસ્તારમાં ખુલ્લા પટ્ટામાં જુગારનો દરોડો પાડી જાહેરમાં તિનપતીનો હાર જીતનો જુગાર રમતા છ ઇસમોને રંગે હાથ રોકડ રકમ રૂ. 7,370 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના કુંભારપર ભઠ્ઠી વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). મુકેશભાઈ ભોગીલાલ શાહ, ૨). વિનોદગીરી જમનાગીરી ગોસ્વામી, ૩). રૈયાભાઈ મનજીભાઈ ડાભી, ૪). અતાહુસેન હાતીમભાઇ ત્રિવેદી, ૫). સતારભાઈ અબ્દુલભાઈ ભાડુલા અને ૬). કેશુભાઈ પોપટભાઈ માલકીયાને તિનપતીનો જુગાર રમતા રોકડ રકમ સહિત કુલ રૂ. 7,370 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1