કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયુ….
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સીમમાં આવેલ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે આજરોજ સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ તથા મહેમાનોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા વર્ચ્યુઅલી નવનિર્મિત ડોર્મિટરી તથા સ્ટાફ ક્વોટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું….
મોરબી નવા જિલ્લા તરીકે પ્રસ્થાપિત થતા સરકાર દ્વારા જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ નજીક પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરવામાં આવી હોય , જેમાં મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોના પ્રતિભાશાળી બાળકોને ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધી મફતમાં ગુણવત્તા યુક્ત આધુનિક નિવાસી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ શાળાઓના શિક્ષણમાં સામાજિક મૂલ્યો, પર્યાવરણ જાગૃતિ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને શારીરિક શિક્ષણ જેવા આવશ્યક ઘટકોનો પણ સમાવેશ કરવામાં આવે છે….