Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કોઠારીયા ગામની સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ, 17 બેઠકો પર વિજેતા...

    વાંકાનેરના કોઠારીયા ગામની સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ, 17 બેઠકો પર વિજેતા ઉમેદવારો જાહેર….

    વર્તમાન મોશાસકોની પેનલ સામે નવી પેનલનો વિજય, એક બેઠક બિનહરીફ તથા 16 બેઠકો પર ચૂંટણી યોજાઇ….

    વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની શ્રી કોઠારીયા સેવાદાયી સહકારી મંડળી લી. ની 17 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન શાસકોની પેનલ સામે નવી ખેડૂત પેનલનો વિજય થયો હતો. કુલ 17 બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ તથા 16 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં નવી ખેડૂત પેનલના 15 ઉમેદવાર તથા સામેની પેનલના એક ઉમેદવારનો વિજય થયો હતો…

    આ ચુંટણીમાં નાના સિમાંતની એક પર ફારૂકભાઈ અબ્દુલભાઈ કડીવાર, મહિલા અનામતની બે બેઠક પર અમીનાબેન ફતેમામદ વકાલીયા અને રીમતબેન યુસુફ શેરસીયા તેમજ સામાન્ય ખેડૂત બેઠક પર ૧. ધર્મેન્દ્રસિંહ બી. ઝાલા, ૨. કનકસિંહ ભીખુભા ઝાલા, ૩. અલીભાઈ અલાવદી પટેલ, ૪. ઇબ્રાહિમ નુરા વલી વકાલીયા, ૫. પ્રવિણસિંહ ગંભીરસિંહ ઝાલા,

    ૬. બળભદ્રસિંહ જોરૂભા ઝાલા, ૭. રહીમ અલાવદી વકાલીયા, ૮. લીંબાભાઈ સુરાભાઈ કોબીયા, ૯. બીપીન રઘુ મકવાણા, ૧૦. હબીબ હસન બાદી, ૧૧. રસુલ માહમદ શેરસીયા, ૧૨. રસુલ સાજી કડીવાર, ૧૩. અરવિંદસિંહ જોરૂભા ઝાલા(વિરુદ્ધ પેનલ) ચુંટાઇ આવ્યા હતા જ્યારે અનુસુચિત જાતિ બેઠક પર ખેંગાર નાથા ચાવડા બિનહરીફ થયા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!