વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે કોઠારીયા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી એક ઇસમને 48 બોટલ વિદેશી દારૂ તથા 40 નંગ બિયરના ટીન સાથે રંગે હાથ ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર અન્ય એક સહિત બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે કોઠારીયા ગામની ખારા સીમમાં આવેલ નાથાભાઈ ખોડાભાઈ કોબીયાની વાડીમાં દરોડો પાડી આરોપી વિજયભાઈ ચકુભાઈ કોબીયા (ઉ.વ. ૨૫)ને અલગ અલગ બ્રાન્ડની 48 બોટલ વિદેશી દારૂ તેમજ 40 નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. 42,262 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો….
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો આરોપી કાનભા ઉર્ફે મુલરાજસિંહ મહાવીરસિંહ ઉર્ફે મધુભા ઝાલા આપી ગયો હોવાની કબૂલાત આપતાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….