
વાંકાનેર, મોરબી તથા ટંકારા તાલુકાના કુલ 29 કરતાં વધારે ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે….

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 1 ડેમ સતત સાતમાં વર્ષે ઓવરફ્લો થતાં નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી. જે બાદ હવે ખેડૂતો માટે પણ સારા સમાચાર આવ્યા છે, જેમાં મચ્છુ 1 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી વાંકાનેર, મોરબી અને ટંકારા તાલુકાના 29કરતાં વધારે ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે….

ડેમ ઓવરફ્લો થતાં આ વર્ષે ખેડૂતોને શિયાળું પાકમાં છ પાણ માટે સિંચાઇ કરવા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે, જેમાં આગામી તા. ૨૭ ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખેડૂતોએ કેનાલમાંથી પાણી મેળવવા માટે ફોર્મ ભરી શકશે, જે ફોર્મ ભરી ખેડૂતોએ સિંચાઈ ઓફીસ ખાતે જમાં કરાવવાના રહેશે. જેમાં ખેડૂતોએ પ્રતિ હેક્ટર દિઠ છ પાણ માટે રૂ. ૨૫૦૯ ચુકવવા નિર્ણય લેવાયો છે. જે બાદ અંદાજે ૦૫ નવેમ્બરથી કેનાલમાં પાણી છોડવામાં આવશે તેમ સિંચાઈ અધિકારી દ્વારા જણાવાયું છે….



