વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ખુલ્લામાં પોલીસે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત ચાર ઈસમોને રૂ. 5230 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના નવાપરા ખડીપરા વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે ખુલ્લામાં પોલીસે જુગારનો દરોડો પાડી ૧). દિપકભાઈ નરેન્દ્રદાસ નીસાદ, ૨). સરમનભાઈ નરેન્દ્રદાસ નીસાદ, ૩). બલવાનભાઈ ઉદલસિંગ નીસાદ અને ૪). શાંતીબેન ભીમજીભાઈ રાઠોડને જાહેર જુગાર રમતા રોકડ રકમ રૂ. 5,230 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….