
વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે નુર પ્લાઝા સામે આજરોજ મંગળવારે ચાર વાગ્યાની આસપાસ આઇસર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે પર પુરઝડપે પસાર થતા આઇસર ટ્રક આગાળ જતા ટ્રક ચાલકે બ્રેક મારતાં ટ્રક પાછળ આઇસર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં આઇસર ચાલકને ઇજાઓ પહોંચી હતી…


અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવી ઇજાગ્રસ્તને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો મળી રહી છે….





