
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર કેરાળા ગામના બોર્ડ પાસે આજરોજ સવારના સમયે ટ્રેક્ટરમાં બાંધેલ દરવાજાની જારી ચાલું ટ્રેક્ટરમાં લસરી જતા પાછળ આવતા ડબલ સવારી બાઈકને જાળી અડી જતા સર્જાયો હોય, જે અકસ્માતના બનાવમાં બાઈકમાં બેઠેલ 11 વર્ષીય માસુમ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર કેરાળા ગામના બોર્ડ પાસે એક ટ્રેક્ટરમાં બાંધેલ દરવાજાની જારી વળાંકમાં લસરી જતા પાછળ આવતા બાઈકને જારીની ગરેડી અડી જતા અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇકમાં પાછળ બેઠેલા 11 વર્ષીય દર્શીતા મનુભાઈ ચાવડા (રહે્ રાજકોટ) નામની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક મનુભાઈ ચાવડાને પણ ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….



