વાંકાનેર તાલુકાના કાનપર ગામ સ્થિત શ્રી કાનપર પ્રાથમિક શાળામાં આજરોજ વૈજ્ઞાનિક સી. વી. રામનની મહાન શોધ “રામન ઇફેક્ટ”ની યાદમાં ઉજવાતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું વિશેષ નિદર્શન યોજાયું હતું….
આ તકે પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને સી.વી. રામનના જીવન, કાર્ય અને વિજ્ઞાન ક્ષેત્રે તેમના યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હોય, જે બાદ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો, વિજ્ઞાનની કૃતિઓ, મોડેલો તથા નમૂનાઓનું નિદર્શન યોજી પોતાની સમજ અને સર્જનાત્મકતા રજૂ કરી હતી…

આ કાર્યક્રમ દરમિયાન યોજાયેલા વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓએ ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવી તેને અન્ય લોકો સમક્ષ આત્મવિશ્વાસપૂર્વક રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓ સાથે કાનપર ગામના ગ્રામજનો, એસ.એમ.સી.ના સભ્યો તેમજ પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



