વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે આજરોજ પ્રાથમિક શાળા દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા અને વૃક્ષારોપણનું મહત્વ સમજાવવા માટે બાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં બાળકો દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતાનું મહત્વ સમજાવતા સૂત્રો સાથે સમગ્ર ગામમાં રેલી યોજી લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો…..
આ સાથે જ બેગ લેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓને વૃક્ષોનું મહત્વ અને ઉપયોગીતા સમજાવી, ‘ એક પેડ માં કે નામ ‘ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં રોપાનું વિતરણ કરી પોતાના રહેણાંકની આજુબાજુના વિસ્તારમાં તેનું વાવેતર કરી જતન કરવા સંકલ્પ લેવાયો હતો….