Monday, February 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં વાડીએ શોર્ટ સર્કિટથી 13 વર્ષીય બાળકનું કરુણ...

    વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં વાડીએ શોર્ટ સર્કિટથી 13 વર્ષીય બાળકનું કરુણ મોત….

    વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાંથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં વાડીએ રહી ખેતમજૂરી કરતા પરપ્રાંતિય ખેત શ્રમિક પરિવારના ૧૩ વર્ષિય બાળકને કોઇ કારણોસર વિજ શોક લાગતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ અલાવદીભાઇ સાવદીભાઇ બાદીની માલિકીની અને સુરેશભાઇ ઉર્ફે સુરકાભાઇ કાનજીભાઇ સારદીયાનાએ ભાગવી રાખેલ વાડીએ કોઈ કારણોસર અચાનક શોર્ટ સર્કિટ થતાં દરમિયાન ત્યાં હાજર ખેત શ્રમિક પરિવારના ૧૩ વર્ષિય સગીર બાળક ભદુ લીમસીંહ માવી (રહે. હાલ ખેરવા ગામની સીમમાં તથા મૂળ વતન મધ્યપ્રદેશ)ને વીજ પ્રવાહનો ઝટકો લાગતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!