વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ટીમ દ્વારા વર્તમાન શ્રાવણ માસમાં જુગારીઓ પર ધોંસ બોલાવવામાં આવી રહી હોય, જેમાં પોલીસે જીનપરા, નવાપરા અને માટેલ ગામે અલગ અલગ ત્રણ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા દસ પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા….
પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે માટેલ ગામે રામદેવપીર મંદિર નજીક જાહેરમાં જુગાર રમી રમતા આરોપી ૧). સાગરભાઈ ઘોઘજીભાઈ વિંજવાડીયા, ૨). બાબુભાઈ સવાભાઈ ડાભી, ૩). લાલજીભાઈ ઉર્ફે લાલી ટીસાભાઈ સરાવાડીયા અને ૪). બળદેવભાઈ અશોકભાઈ વિંજવાડીયાને રૂ.10,530 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….
બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે નવાપરા શેરી-૧માંથી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). ગણેશભાઇ હકાભાઇ ઉઘરેજા, ૨). સાહીલભાઇ શંકરભાઇ સારલાને રોકડા રૂ. 3110 સાથે ઝડપી લીધા હતા. દરોડા સમયે આરોપી લાલજીભાઇ ઉર્ફે ગોગો શિવાભાઇ કોળી નાસી ગયો હતો….
ત્રીજા દરોડામાં પોલીસે જીનપરા શેરી નંબર-૧૨ માં ખુલ્લા પટ્ટમાં જુગાર રમતા આરોપી ૧). સલીમભાઈ રજાકભાઈ કુરેશી, ૨). વિજય ઉર્ફે કાનો પરસોતમભાઈ વિંઝવાડિયા અને ૩). સાગર છલાભાઈ કોળીને રૂ. 1220 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….