વાંકાનેર વિસ્તારમાં વર્તમાન શ્રાવણ માસ દરમિયાન જુગારીઓની મૌસમ પુર બહારમાં ખીલી હોય તેમ સીટી પોલીસ ટીમ દ્વારા ત્રણ તથા તાલુકા પોલીસ ટીમ દ્વારા એક એમ કુલ જુગારના ચાર દરોડા દરમ્યાન 10 પત્તા પ્રેમીઓ ઝડપાયા હતા જ્યારે બે નાસી છૂટ્યા હોવાની વિગતો મળી રહી છે….
પ્રથમ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા વેલનાથ પરામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ભરતભાઈ દેવશીભાઈ દેલવાડીયા તથા વિમલભાઈ જીતુભાઈ સોલંકીને રૂ. 2510 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે બીજા દરોડામાં હસનપર ગામે રામ ચોકમાંથી નરેશભાઈ વહાણભાઈ કટવાણા, જીતેશભાઈ વિનુભાઈ સારલા અને હર્ષદ છગનભાઈ સુસરાને કુલ રૂ. 14,600 ના મુદ્દામાલ સાથે અને સિટી સ્ટેશન રોડ પર પાણીના પરબ પાસેથી પ્રકાશભાઈ નવઘણભાઈ બાંભણિયા અને સુરેશભાઈ નવઘણભાઈ બાંભણિયાને કુલ રૂ . 2570 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા….
આ સાથે જ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સમથેરવા ગામે મઢવાળા ચોકમાંથી જુગાર રમતા વશરામભાઈ મનજીભાઈ સેટાણીયા, ધુળાભાઈ સોમાભાઈ સેટાણીયા અને કાળુભાઈ ઉર્ફે જગાભાઈ મંગાભાઈ સેટાણીયાને બે બાઈક તથા રોકડ સહિત 56,420 ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા જ્યારે આ બનાવમાં અન્ય આરોપી જગાભાઈ નાનુભાઈ મુંધવા અને સંજયભાઈ મોનાભાઈ ગમારા નાસી જતાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….