
રાજકોટથી વાંકાનેર કોર્ટની મુદતે આવી રહેલી એક બલેનો કારને વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક હાઇવે પર ડમ્પર ચાલકે ઠોકર મારતાં કાર પલ્ટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી નાસી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ખાતે રહેતા ફરિયાદી સંજયભાઈ મુળુભા સોલંકી (ઉ.વ. 54)એ ડમ્પર ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. 30 જાન્યુઆરીના રોજ ફરિયાદી તેમના મિત્ર જગદીશભાઈ અને જિશાનભાઈ સાથે GJ 03 LB 7959 નંબરની બલેનો કારમાં વાંકાનેર કોર્ટની મુદતે જઈ રહ્યા હોય, જેમાં કાર તેમના પુત્ર દિવ્યરાજસિંહ ચલાવી રહ્યા હોય, દરમિયાન તેમની કાર જોધપર નજીક પહોંચતા આગળ જતાં ટ્રકને સાઈડમાંથી કાપવાનો પ્રયાસ કરતી વખતે ડમ્પર નંબર GJ 13 AX 5990ના ચાલકે અચાનક વળાંક લેતા બલેનો કારને ટક્કર મારી હતી. પરિણામે કાર પલ્ટી મારી ગઈ હતી…
આ અકસ્માતમાં ફરિયાદીના પુત્ર દિવ્યરાજસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ફરિયાદી સંજયભાઈને મૂંઢ ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




