રાજકોટ રહેતો પરિવાર તહેવારમાં વતન વાંકાનેર આવ્યા ને ડખ્ખો થયો, હવે વાંકાનેરમાં પગ મુકતા નહીં કહી માર પડ્યો….
વાંકાનેરના વતની અને હાલમાં રાજકોટ રહેતો પરિવાર તહેવારમાં પોતાના વતન આવ્યા હોય, જેમાં સગા માસિયાઈ ભાઈઓએ સાથે ચાલતા વ્યવહારિક વાંધામાં પાંચ ઇસમોએ પિતા-પુત્રને બેઝબોલના ધોકા વડે તેમજ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ વાંકાનેરના વતની અને હાલ રાજકોટ રહેતા ફરિયાદી સંજયગીરી વિનોદગીરી ગૌસ્વામીએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). જયેશગીરી દીલીપગીરી ગોસ્વામી, ૨). અમીતગીરી ભુપેન્દ્રગીરી ગોસ્વામી, ૩). નીલેશગીરી દીલીપગીરી ગોસ્વામી, ૪). વત્સલગીરી નીલેશગીરી ગોસ્વામી અને ૫). જયદીપગીરી જયેશગીરી ગોસ્વામી સામે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીને અગાઉ તેમના માસિયાઈ ભાઈ આરોપી જયેશગીરી સાથે લપ થતાં વ્યવહાર મૂકી દેતા,
આરોપીઓએ ગઈકાલે ફરિયાદીનો પુત્ર મિત પોતાની ગાડીમાં પેટ્રોલ પુરાવવા જતો હોય ત્યારે જીનપરામાં તેની સાથે ઝઘડો કરી પિતા-પુત્રને પાંચેય આરોપીઓએ બેઝબોલના ઘોકાથી માર મારી ઇજાઓ પહોંચાડી ‘ વાંકાનેરમાં કેમ પગ મૂક્યો ? ‘ કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પાંચેય ઇસમો સામે ગુનો નોંધાયો છે..…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0