વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા નવઘણભાઈ મેરૂભાઈ સેટાણીયા (ઉ.વ. ૩૫)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી રફીકભાઈ જુમાભાઈ કુરેશી તથા બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી અને આરોપી પડોશમાં રહેતા હોય, જેમાં નાની નાની બાબતોમાં તેમની વચ્ચે થયેલ બોલાચારીનો ખાર રાખી ફરિયાદી જીનપરા જકાતનાકા ખાતે ચા પીવા માટે ગયા હોય, ત્યારે ત્રણેય આરોપીઓ ત્યાં આવી ફરિયાદીને ઢીકા-પાટુ તથા લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવમાં પોલીસે ત્રણેય ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે પાડોશીઓ વચ્ચે થયેલ બોલાચાલીનો ખાર રાખી ત્રણ ઇસમોએ યુવાનને ધોકાવ્યો…
RELATED ARTICLES