વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા હાઇવે પર રેલ્વે અંડર બ્રિજ પાસે આજરોજ વહેલી સવારે મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે અહીંથી પસાર થતી એક ક્રેટાનો ફિલ્મી ઢબે પીછો કરી 675 લિટર દેશી દારૂ સહિત કુલ રૂ. 6.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની ક્રેટા કાર નં. GJ 10 CG 4630 માં દેશીદારૂનો મોટો જથ્થો બાઉન્ડ્રી તરફથી વાંકાનેર સીટી તરફ આવતો હોય, જેના આધારે પોલીસે વહેલી સવારે વાંકાનેરના જકાતનાકા પાસે વોચ ગોઠવી ફિલ્મી ઢબે રેલ્વે અંડરબ્રિજ પાસેથી ક્રેટા કારને ઝડપી તેમાંથી 675 લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૧,૩૫,૦૦૦ ) તથા એક મોબાઇલ અને ક્રેટા કાર સહિત કુલ રૂ. 6,40,000 નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ગુનો નોંધી બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…