
અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો, સીસીટીવીના આધારે પોલીસે ટ્રક ચાલકને શોધી કાઢ્યો….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઇવે પર હોટલ હરસિધ્ધિ સામે બુધવારે સાંજના સમયે ડિસ્કવર બાઇક પર પસાર થતા દંપતિને પાછળથી પુરપાટ ઝડપે આવતા ટ્રક નં. GJ 11 Y 9466 ના ચાલકે બેદરકારી દાખવી બાઇકને હડફેટે લઇ નાસી છૂટતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક સવાર શારદાબેન પ્રવિણભાઇ સારલા (ઉ.વ. ૪૫, રહે. વેલનાથપરા, વાંકાનેર. મુળ રહે. હસનપર) નામની મહિલાના માથા તથા છાતીના ભાગે ટ્રકના વ્હીલ ફરી વળતાં તેમનું મોત થયું હતું, જ્યારે બાઇસ ચાલક પ્રવિણભાઇ હેમુભાઈ સારલાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ આ બનાવમાં મૃતકના પુત્ર ભરતભાઈ પ્રવિણભાઇ સારલાએ ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….




