યોગ્ય પાણી નિકાલના અભાવે ચાલુ વરસાદે હાઇવે પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામની સમસ્યા….
વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર વાંકાનેરના જકાતનાકા પાસે રેલવે અંડર બ્રિજ નિચે હાઇવે ઓથોરિટી, રેલ્વે વિભાગ અને નગરપાલિકા તંત્રના સંકલનના અભાવ વરસાદી પાણીનો નિકાલ ન થવાથી હાઇવે પર પાણી ભરાઈ જતા હોય, જેના કારણે ચોમાસા દરમિયાન વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય તેમજ ચાલુ વરસાદ દરમ્યાન હાઇવે પણ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય, ત્યારે વર્ષો જૂની આ સમસ્યાનું આજ સુધી તંત્ર નિવારણ ન લાવી શકી હોય, જેથી આ મામલે વાંકાનેર યુથ કોંગ્રેસ પ્રમુખ આબિદ ગઢવારા દ્વારા જવાબદાર તંત્રને તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ લાવવા માંગ સાથે રજુઆત કરવામાં આવી છે….