વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે ગઇકાલ બુધવારે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના યૌમે વિલાદતના 1500 વર્ષ પૂર્ણ થવાના હોય, જે નિમિત્તે જેતપરડા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો, વડીલો તથા યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં નાનકડા એવા ગામમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા….
બપોરથી સાંજ સુધી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં ગ્રામજનો દ્વારા એકતા અને સેવાકીય ભાવના સાથે આખરી નબીની યાદમાં રક્તદાન કરતાં કુલ 76 બોટલ રક્ત એકત્રિત થયું હતું, જ્યારે અન્ય 50 થી વધારે રક્તદાતાઓ સંજોગોવશાત રક્તદાનથી વંચિત રહ્યા હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે….