ત્રણ દાવેદારો વચ્ચે ગ્રાઉન્ડની નગરપાલિકા ખાતે હરાજી યોજાઇ, આ વર્ષે પણ મોટી રાઇડર્સ વગર જ મેળો યોજાશે….
વાંકાનેર શહેર ખાતે આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમ મેળાના પાંચ દિવસના લોકમેળા માટે વાંકાનેર નગરપાલિકાના મેદાનની આજરોજ નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી કરવામાં આવી હોય, જેમાં કુલ ત્રણ પાર્ટીઓ દ્વારા ભાગ લઇ બોલી લગાવવામાં આવી હતી, જેમાં લોકમેળા માટેનું મેદાન રૂ. 8.50 લાખની બોલી સાથે ડાયાભાઇ મશરૂભાઈ સરૈયાના ફાળે ગયું છે….
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે લોકમેળા માટેનું આ ગ્રાઉન્ડ હરાજી બાદ સોઇલ ટેસ્ટમાં ફેલ જતાં મોટી રાઇડર્સ વગર જ મેળો યોજાયો હતો, જેથી મેળાની રોનકમાં ઝાંખપ દેખાઇ હતી, જે મુજબ આ વર્ષે પણ મેળો મોટી રાઇડર્સ વગર જ યોજાશે, જેનાથી ખાનગી મેળાને ફાયદો મળી શકે છે. આગામી લોકમેળામાં નાગરિકો સાથે છેતરપિંડી ન થાય તેમજ સંચાલકો દ્વારા ઉંચા ભાવ ન લેવાય તે માટે નગરપાલિકા દ્વારા વિવિધ રાઇડર્સ માટે રૂ. 30 નું ભાવ બંધણું કરવામાં આવ્યું છે, જેની સાથે જ દરેક વસ્તુ પર ગેરકાયદેસર ભાવની વસુલાત ન થાય તેમજ ફક્ત આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો જ ઉપયોગ મેળામાં કરવામાં આવે તે માટે જવાબદાર તંત્ર દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR