વાંકાનેર તાલુકાના જામસર ગામની સીમમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પોતાની વાડીમાં સળગતી નીરણને ઓલવવા જતાં ખેડૂતોનો પગ અકસ્માતે તૂટેલા જીવતા વીજ વાયર પર પડી જતાં કરંટ લાગવાથી તેમનું કરુણ મોત થયું છે. જ્યારે પિતાને બચાવવા ગયેલા જુવાનજોધ પુત્રને પણ વીજ કરંટ લાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો છે….
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના જામસર ગામની સીમમાં વાડી ધરાવતા ખેડૂત વાઘજીભાઇ શીવાભાઇ દેલવાડીયા (ઉ.વ. ૪૭) અને તેમનો પુત્ર જયદેવભાઇ (ઉ.વ. ૨૪) પોતાની વાડીએ હાજર હોય દરમિયાન અચાનક વાડીમાંથી પસાર થતી વિજ લાઈનનો એક જીવતો વાયર તુટીને નીચે પડતાં નીરણ (ઘાસચારો) સળગવા લાગી હતી, પોતાના ખેતરમાં લાગેલી આ આગને ઓલવવા માટે પિતા-પુત્ર દોડી ગયા હતા.

આ સમયે વાડીમાંથી પસાર થતી જી.ઇ.બી. (GEB) ની ત્રણ ફેઝની ઈલેક્ટ્રિક લાઈનમાંથી તૂટીને નીચે પડેલા જીવતા વીજ તાર પર વાઘજીભાઇનો પગ આવી જતાં તેમને ભારે ઈલેક્ટ્રિક શૉક લાગતા શરીરે ગંભીર રીતે દાઝી જતાં ખેડૂતનું કરુણ મોત થયું હતું. આ અકસ્માત સમયે પોતાની નજર સામે પિતાને વીજ કરંટથી તરફડતા જોઈને ૨૪ વર્ષીય પુત્ર જયદેવ તેમને બચાવવા માટે દોડ્યો હતો, પરંતુ પિતાને બચાવવાના પ્રયાસમાં જયદેવને પણ જોરદાર વીજ કરંટ લાગતા તેને પણ તાત્કાલિક સારવાર અર્થે રફાળેશ્વર ખાતે આવેલી એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જી.ઇ.બી. ના તૂટેલા તારને કારણે નિર્દોષ ખેડૂતનો ભોગ લેવાતા સ્થાનિકોમાં અરેરાટી સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




