મોરબી એલસીબી ટીમે શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાંથી બે ઇસમોને વિદેશી દારૂ ભરેલ ટ્રક સહિત 29.34 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધાં…
વાંકાનેર-મોરબી હાઇવે પર ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા પાસે આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાંથી મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ વિદેશી દારૂની 816 બોટલો સહિત કુલ રૂ. 29.34 લાખના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લીધાં હતાં…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી-વાંકાનેર હાઇવે રોડ ભાયાતી જાંબુડીયા ગામના પાટીયા નજીક આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ એક ટ્રક ટ્રેલર નં. RJ 36 GA 9523 માં બે ઇસમોએ માટીની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે, જેના આધારે પો સ્થળ પર દરોડો પાડી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ 816 નંગ વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ. 8,97,600) તથા ટ્રક સહિત કુલ રૂ. 29,34,204 મુદામાલ સાથે ટ્રક ચાલક આરોપી રવીજીતસિંહ રૂપસિંગ રાવત અને અબ્દુલ શ્રવણસિંગ હરબુસિંગ મેરાત (રહે. બંને ઢોસલા ગામ, થાણા સાંકેત નગર, રાજસ્થાન)ને ઝડપી લીધા હતા…
આ બનાવમાં ઝડપાયેલ બંને આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં માલ મોકલનાર તરીકે રાહુલસિંગ ઉર્ફે ડેની રાવત (રહે. જવાજા, જી.બ્યાવર રાજસ્થાન) તથા માલ મંગાવનાર તરીકે ઉદયભાઈ જોરૂભાઈ કરપડા (રહે. હાલ મોરબી-હળવદ રોડ, મહેંદ્રનગર તા.જી. મોરબી)નું નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે…