વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં આજરોજ બપોરના સમયે અચાનક કોઇ કારણોસર આગ લાગી હતી, જેમાં જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાં રાજકોટ અને ચોટીલાથી ચાર ટીમો સ્થળ પર પહોંચી હાલ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાંથી આવેલ સુમિન્તર ઇન્ડીયા ઓર્ગેનિક નામના કોટન જીનમાં આજરોજ બપોરના સમયે અચાનક કોઇ કારણોસર આગ લાગતાં કપાસનો જથ્થો બળીને ખાક થઇ ગયો હતો, જેમાં જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તાત્કાલિક ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા રાજકોટથી ત્રણ ફાયર બ્રિગેડની ટીમ અને એક ચોટીલાથી ફાયરબ્રિગેડની ટીમો હાલ કારખાને પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ત્રણ કલાકની જહેમત બાદ પણ હજી આગ કાબુમાં ન આવી હોવાની વિગતો મળી રહી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm