વાંકાનેર શહેરના બસ સ્ટેન્ડ નજીક રહેતા એક પરિવારના સભ્યો પોતાના વતન જાલીડા ખાતે માતાજીના મઢે દર્શન કરવા ગયેલ હોય ત્યારે ત્યાં આવેલ બે સગાભાઇના પરિવારજનો પાસે બોલેરો ભાડાંનો હિસાબ માંગતા બાબતનું સારૂં નહીં લાગતાં સગાભાઇઓના પરિવારો બાખડ્યા હતા, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે યુવાનની ફરિયાદ પરથી ચાર શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર બસ સ્ટેન્ડ નજીક રહેતા ફરિયાદી સુરેશભાઈ સામંતભાઈ ચૌહાણએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ભુપતભાઇ, ગોપાલભાઈ, મીનાબેન ભુપતભાઇ તથા રાણીબેન ગોપાલભાઈ સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગત તા.૧૭ ના રોજ પોતાના પરિવાર સાથે વતન જાલીડા ગામે કુળદેવીના મઢે દર્શન માટે ગયા હોય,
ત્યારે ફરિયાદીના ભાઇ ભુપતભાઇ પાસે બોલેરો ગાડીના ભાડાનો હીસાબ માંગતા આ બાબતનું સારૂં નહીં લાગતાં આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતો, જેથી આ બનાવમાં પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…