વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે જાલીડા ગામની સીમમાં આવેલ તળાવના કાંઠે ઠાઠર ગૌચરની બાવળની કાંટમાં દરોડો પાડી તાલપત્રી નીચે સંતાડી રાખેલ અધધ 1152 નંગ વિદેશી દારૂની બોટલ સહિત કુલ રૂ. 14.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ બનાવમાં અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસપો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકો પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના જાલીડા ગામની સીમમાં તળીયુ તળાવ ઉપર જુના વસુંધરા જવાનાં રસ્તે ઠાઠર ગૌચરમાં બાવળની કાંટમાં દરોડો પાડી કાળા કલરની તાલપત્રી નિચે સંતાડી રાખેલ અલગ અલગ બ્રાન્ડની 1152 નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂ. 14,97,600 નો મુદ્દામાલ જપ્ત કરી આ બનાવમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR