વાંકાનેર શહેરના જડેશ્વર રોડ ઉપર રાજકોટના રહેવાસી વૃદ્ધના 100 વારના પ્લોટ ઉપર એક ઇસમ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી બે દુકાન બનાવી પ્લોટ પર કબ્જો જમાવી લેવામાં આવ્યો હોય, જે મામલે વૃદ્ધએ આરોપી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ અરજી કરતાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ફરિયાદી ગીરીશકુમાર મૂળશંકર રાવલ (ઉ.વ ૬૧)ને વાંકાનેર નગરપાલિકા દ્વારા ઘરવિહોણા શહેરી ગરીબ પરિવારને વસવાટ માટેની યોજના હેઠળ 100 ચોરસ વારનો પ્લોટ જડેશ્વર રોડ ઉપર આપ્યો હોય, જે પ્લોટ ઉપર આરોપી રાજેશભાઈ ગોરધનભાઇ મકવાણા (રહે. દિગ્વિજયનગર, પેડક, વાંકાનેર)એ છેલ્લા પાંચ વર્ષથી પ્રજાપતિ જનરલ સ્ટોર નામની બે દુકાન બનાવી લેતા ફરિયાદી ગિરીશકુમાર રાવલે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ પગલાં ભરવા જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરી હોય, જે અરજી મંજુર થતા વાંકાનેર સીટી પોલીસે આરોપી રાજેશભાઈ મકવાણા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….