
જનતાના પરસેવાની કમાણીના રૂ. 8.30 કરોડ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ધાવાયા…: કામ પુર્ણ થયાના બે માસમાં જ નવા રોડ પર પડ્યા ગાબડા…..

વાંકાનેરનો જડેશ્વર રોડ લાંબા સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયો હોય, જેના કારણે અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય, જે મામલે અનેક રજૂઆતો બાદ રોડના નવિનીકરણ/રિસર્ફેસ કામ માટે રૂ. 8.30 કરોડ મંજૂર થતાં, ગત ડિસેમ્બર માસમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોડના રિસર્ફેસ કામનું ખાતમુર્હુત કર્યું હોય, જે બાદ ચાર મહિના સુધી ચાલેલ રોડના નવિનીકરણની કામગીરી પુર્ણ થતા ફક્ત બે માસ બાદ વર્તમાન ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આ રોડમાં ભ્રષ્ટાચારના ગાબડાઓ પડવાનો પ્રારંભ થયો છે, જે આ કામગીરીમાં થયેલા મસમોટા ભ્રષ્ટાચારની સાક્ષી પૂરે છે….

બાબતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરી રોડની સાઈડમાં મેટલથી પુરાણ કામગીરી પણ કરવામાં ન આવી હોય અને પોતાના બિલ પકાવી લેવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે. આ મામલે સામાન્ય નાગરિકોની પરસેવાની કમાણીના રૂ. 8.30 કરોડ ભ્રષ્ટાચારી તંત્રના કારણે પાણીમાં ધોવાઈ ગયા છે, જેમાં અહીં શ્રાવણ માસ તેમઃ રોજબરોજ પવિત્ર જડેશ્વર મહાદેવ મંદિરના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી સાથે પણ તંત્રએ ભ્રષ્ટાચારનો ચુનો ચોપડી દીધો છે….



