વાંકાનેર શહેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રનો પ્રથમ લોક મેળો યોજાય છે. ત્યારે આજરોજ સૌરાષ્ટ્રના આ પ્રથમ શ્રાવણી લોકમેળાને જનપ્રતિનિધિઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો…
આ લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી જનમેદની ઉમટી પડે છે, અહીં આસપાસનું વાતાવરણ અને વનરાજી લોકોના મન અને હૃદયને પ્રફુલ્લિત કરવા માટે પુરતી છે. સૌરાષ્ટ્ર ગુજરાત સહિત લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા રતન ટેકરી પર કુદરતી વાતાવરણમાં જંગલમાં બિરાજમાન સ્વંયભુ જડેશ્વર મહાદેવના લોકમેળાને પરંપરાગત રીતે આજરોજ રવિવારે ખુલ્લો મુકવામાં આવ્યો છે….