
વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ ઉપર સ્ટાઇલીન સીરામીક નજીક રોડ પર ચાલીને જઈ રહેલા એક રાહદારીને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રાહદારીને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું….


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, આ બનાવમાં અજાણ્યો વાહનચાલક પોતાના હવાલાવાળું વાહન પુરઝડપે તથા ગફલતભરી રીતે ચલાવી રોડ ઉપર પગપાળા જતા જીતેન્દ્રભાઇ કનૈયાલાલ માલવી નામના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી યુવકનું મોત નિપજાવી આરોપી વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. જેથી આ બનાવ મામલે ફરિયાદી મુકુટસિંહ મોહનલાલ જાટવએ વાંકાનેર તાલુકા પોલીસમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





