વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં શ્રીજી કારખાના પાસેના કાચા રસ્તે પુરપાટ ઝડપે પસાર થતા એક ટ્રેક્ટર ચાલકે બાઈક સવારને હડફેટે લેતા આધેડનું કરુણ મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે…


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતા કાંતિલાલ પ્રેમજીભાઈ બાબરીયા (ઉં.વ. 47) પોતાનું મોટર સાયકલ લઈને હસનપર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હોય દરમિયાન શ્રીજી કારખાના નજીક કાચા રસ્તે આગળ જઈ રહેલા ટ્રેક્ટર નંબર GJ 03 EA 4363ની સાઈડ કાપવા જતાં, ટ્રેક્ટર ચાલકે પોતાની ગફલતભરી ડ્રાઈવિંગને કારણે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે સર્જાયેલ અકસ્માતમાં કાંતિલાલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના પત્ની ચંપાબેન કાંતિલાલ બાબરીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



