વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક રહેણાંક મકાનમાં યુવાન તથા તેમના પરિવાર પર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ મળી લોખંડના પાઇપ, ધોકા તથા છરી વડે હુમલો કરી માર મારી ઇજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ગાયત્રી મંદિર નજીક રહેતા ફરિયાદી પીન્ટુભાઈ જીણાભાઈ મળદરીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). શૈલેષભાઈ ગંગારામભાઈ ચારોલીયા, ૨). ગંગારામભાઈ નાજાભાઇ ચારોલીયા, ૩). સંજયભાઈ ગંગારામભાઈ ચારોલીયા અને ૪). હકુભાઇ ગંગારામભાઈ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓને સાથે ફરિયાદી અગાઉ ઝઘડો થયો હોય,
જેનું મનદુઃખ રાખી ફરિયાદીનો દિકરો વિક્રમ મંદિરે દિવાબતી કરવા જતાં તેને ‘ સામે કેમ જુએ છે ? ‘ કહી લાફો મારી લેતાં આ બાબતે ફરિયાદી આરોપીઓને સમજાવતા ચારેય આરોપીઓએ ફરિયાદી તથા તેમના પરિવાર પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસે ચારેય ઇસમો સામે બીએનએસ કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47