ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના વિવિધ ઝોનના પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ પ્રક્રિયા હેઠળ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી તરીકે વાંકાનેરના ગારીડા ગામના વતની ડો. રૂકમુદ્દીન માથકિયાની નિમણૂંક કરવામાં આવી છે….


ડો. રૂકમુદ્દીન માથકિયા લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ અને યુવા કોંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા રહી સંગઠન માટે નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. તેમની સંગઠનક્ષમતા, યુવાનો સાથેનો સંવાદ અને જમીનસ્તરની કામગીરીને ધ્યાનમાં રાખી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે….
આ નિમણૂંકથી સૌરાષ્ટ્ર ઝોનમાં યુવા કોંગ્રેસની પ્રવૃત્તિઓને નવી દિશા મળશે તેમજ યુવાનોને સંગઠન સાથે વધુ મજબૂત રીતે જોડવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તકે પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા ડો. રૂકમુદ્દીન માથકિયાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે….





