ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી જેની અતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ હવે સ્પષ્ટપણે સંભળાઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વર્તમાન માર્ચ મહિનાના અંત સુધીમાં જ સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ અને જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

રાજ્યમાં અનેક મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે અથવા તો પૂર્ણ થવાના આરે છે. ત્યારે આ તમામ સ્થાનિક સંસ્થાઓમાં લોકશાહી ઢબે નવા પ્રતિનિધિઓ ચૂંટવા માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મતદાર યાદીની આખરી સુધારણા અને વોર્ડના સીમાંકન સહિતની પ્રાથમિક પ્રક્રિયાઓ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાત વર્ગો (OBC) માટે અનામત 10 % થી વધારીને 27 % કરવામાં આવી છે, આ ફેરફારને કારણે જે બેઠકો અત્યાર સુધી સામાન્ય (જનરલ) કેટેગરીમાં હતી, ત્યાં હવે OBC ઉમેદવારોને ટિકિટ મળશે. આ ઉપરાંત, અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ની બેઠકોનું ત્રીજું રોટેશન અમલમાં આવનાર હોવાથી અનેક વર્તમાન ચુંટાયેલા પ્રતિનિધિઓને પોતાની પરંપરાગત બેઠકો ગુમાવવી પડશે…
કોવિડ-૧૯ ને કારણે ૨૦૧૧ પછી વસ્તી ગણતરી ન થઈ હોવાથી, ૨૦૧૧ના આંકડા મુજબ જ બેઠકોની ફાળવણી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી 9 મહાનગરપાલિકાઓ – નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ, નવસારી, વાપી, મોરબી, ગાંધીધામ, પોરબંદર અને મહેસાણામાં પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. આ વિસ્તારોમાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી વોર્ડની રચના અંગે જાહેરનામું પણ બહાર પાડી દેવાયું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



