ગુજરાતના મુસ્લિમ અગ્રણી ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ તથા મહમંદજાવેદ પીરઝાદા દ્વારા વિરોધપક્ષના નેતાને રજુઆત કરાઇ…
લોકસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી આજરોજ ગુજરાત મુલાકાતે આવેલા હોય, દરમ્યાન વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ અગ્રણી મહંમદજાવેદ પીરઝાદા, પુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તથા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા રાહુલ ગાંધીની મુલાકાત કરી હાલ લોકસભામાં ચાલતા ચોમાસું સત્ર દરમિયાન ગુજરાતના નાગરિકોને સ્પર્શતા ગેરબંધારણીય બુલડોઝર કાર્યવાહી, મોબ લિંચિંગ, ભડકાઉ ભાષણ અને પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જેવા મુદ્દાઓને ગંભીરતાથી ઉઠાવી સામાન્ય નાગરિકોને ન્યાય અપાવવાની માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી….