નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગઇકાલે યોજાયેલ જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં જીએસટીના સ્લેબમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ અંગે નાણામંત્રીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, હવે દેશમાં ફક્ત બે જ જીએસટી સ્લેબ રહેશે, જે 5% અને 18% હશે. આનો અર્થ એ થયો કે હવે 12 અને 28% ના જીએસટીના સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને તેમાં સમાવિષ્ટ મોટાભાગની વસ્તુઓ ફક્ત બે મંજૂર ટેક્સ સ્લેબ હેઠળ આવશે, જેનાથી ઘણી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે, જેની અમલવારી આગામી 22 સપ્ટેમ્બરથી કરવામાં આવશે…
જીએસટીમાં નવા સુધારાથી આટલી વસ્તુઓના ભાવમાં થશે ઘટાડો…
જીવન જરૂરિયાત વસ્તુઓ…:
● હેર ઓઇલ, શેમ્પુ, ટૂથ પેસ્ટ, ટોઇલેટ શોપ, ટૂથ બ્રશ, શેવિંગ ક્રીમમાં 18% ની બદલે 5%
● બટર, ઘી, ચીઝ અને ડેરી સ્પ્રેડ્સમાં 12 %ની જગ્યાએ 5 %
● પ્રિ પેકેજ નમકીન, ભુજીયા અને મિક્સચરમાં 12 %ની બદલે 5 %
● વાસણમાં 12 %ની બદલે 5 %
● ફિડિંગ બોટલ, નેપકીન ફોર બેબી અને ક્લિનિક ડાયપરમાં 12 %ની બદલે 5 %
● સિલાઈ મશીન અને પાર્ટ્સમાં 12 %ની બદલે 5 %
હેલ્થકેર સેક્ટર…:
● હેલ્થ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સમાં 18 %ની બદલે 0
● થર્મોમીટરમાં 18 %ની બદલે 5 %
● મેડિકલ ગ્રેડ ઓક્સિજનમાં 12 %ની બદલે 5 %
● ઓલ ડાયગ્નોસ્ટીક કિટ્સ એન્ડ રિજન્ટ્સમાં 12 %ની બદલે 5 %
● ગ્લુકોમીટર એન્ડ ટેસ્ટ સ્ટ્રીપ્સમાં 12 %ની બદલે 5 %
● કરેક્ટિવ સ્પેકટલ્સમાં 12 %ની બદલે 5 %
એજ્યુકેશન…:
● મેપ્સ, ચાર્ટ્સ સન્ડ ગ્લોબ્સમાં 12 %ની બદલે 0
● પેન્સિલ, સાર્પનર, પેન્સિલ કલર, મીણીયા કલરમાં 12 %ની બદલે 0
● એક્સરસાઈઝ બુક એન્ડ નોટબુકમાં 12 %ની બદલે 0
● ઇરેઝરમાં 12 %ની બદલે 0
એગ્રીકલ્ચર…:
● ટ્રેકટર ટાયર એન્ડ પાર્ટમાં 18 %ની બદલે 5 %
● ટ્રેક્ટર્સમાં 12 %ની બદલે 5 %
● સ્પેસીફાયડ બાયો પેસ્ટીસાઈડ, માઈક્રો ન્યુટ્રીયન્સમાં 12 %ની બદલે 5 %
● ડ્રિપ ઇરીગેસન સીસ્ટમ એન્ડ સ્પ્રિંકલર્સમાં 12 %ની બદલે 5 %
● જમીન ખેડવા, હાર્વેસ્ટિંગ, થ્રેસિંગ તથા અન્ય કામ માટેના એગ્રીકલ્ચર, હોર્ટીકલ્ચરલ અથવા ફોરેસ્ટરી મશીન ઉપર 12 %ની બદલે 5 %
ઓટોમોબાઇલ્સ…:
● પેટ્રોલ તથા પેટ્રોલ-હાઈબ્રીડ, એલપીજી, સીએનજી કાર (1200 cc અને 4000 mmથી વધુ નહિ)માં 28 %ની બદલે 18 %
● ડીઝલ તથા ડીઝલ હાઈબ્રીડ કાર (1500 cc અને 4000 mmથી વધુ નહિ)માં 28 %ની બદલે 18 %
● 3 વ્હીલરમાં 28 %ની બદલે 18 %
● મોટરસાયકલમાં (350 સીસી તથા તેનાથી ઓછા સીસી)માં 28 %ની બદલે 18 %
● માલ સામાનની હેરફેર માટેના મોટર વ્હીકલમાં 28 %ની બદલે 18 %
ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ…:
● એસીમાં 28 %કાની બદલે 18 %
● ટીવી (32″થી વધુ ઇંચના)માં 28 %ની બદલે 18 %
મોનિટર્સ અને પ્રોજેક્ટર્સમાં 28 %ની બદલે 18 %
● ડિશ વોશિંગ મશીનમાં 28 %ની બદલે 18 %