Sunday, February 23, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : પારકી માથાકૂટમાં સહકાર આપનાર ઘીયાવડના પુજારીને અમદાવાદના ભુવા સહિત ત્રણ...

    વાંકાનેર : પારકી માથાકૂટમાં સહકાર આપનાર ઘીયાવડના પુજારીને અમદાવાદના ભુવા સહિત ત્રણ ઇસમોએ કુટી નાખ્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ….

    બે ભુવાની આંતરીક માથાકૂટમાં એકને સહકાર આપવો ભારે પડ્યો, મંદિરમાં સુતા પુજારી, સેવક તથા મિત્રના કારમાં આવેલ ત્રણ ઇસમોએ હાથપગ ભાંગી નાખ્યા…!

    વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે ફુલેશ્વર મહાદેવ મંદિરના પુજારી-મહંત અમદાવાદના નિકોલ તથા ગોંડલના બે ભુવા વચ્ચે ચાલતી આંતરીક માથાકૂટમાં ગોંડલના ભુવાને સહકાર આપતો હોય, જેનો ખાર રાખી અમદાવાદના નિકોલના ભુવા તથા બે અન્ય ઇસમોએ કારમાં આવી મંદિરમાં સુતા પુજારી, સેવક તથા મિત્ર પર ધોકા વડે હુમલો કરી માર મારતાં આ બનાવમાં ત્રણ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે ફુલેશ્વર મહાદેવ મંદિરના પુજારી-મહંત યશગીરી ભરતગીરી ગોસ્વામી (ઉ.વ. ૨૮) એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી અમદાવાદ નિકોલ મામા સરકારના ભુવા બલભદ્રસિંહ ઉર્ફે હકુભાઇ પરમાર, ધવલ દીપક નિમાવત (રહે. ધોરાજી) તથા અન્ય એક અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે કે, અમદાવાદ નિકોલ મામા સરકારના ભુવા બલભદ્રસિંહ ઉર્ફે હકુભાઇ પરમાર અને ગોંડલ કમઢીયા મામા સરકારના ભુવા ધવલ પટેલ વચ્ચે આંતરીક માથાકૂટ ચાલતી હોય, જેમાં ફરિયાદી ધવલ પટેલને સહકાર આપતા હોય,

    જેનો ખાર રાખી ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ગત તા. ૦૧/૧૨ ના રોજ ફરિયાદ તથા સેવક આકાશ સતીષચંદ્ર ઓઝા, નવઘણ ભલુભાઇ વિકાણી ઘીયાવડ ફુલેશ્વર મહાદેવ મંદિર ખાતે સુતા હોય, ત્યારે અર્ટીકા કાર નં. GJ 01 WE 3111 માં આવેલ આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો પર લાકડાંના ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી હાથ-પગ ભાંગી નાખી ફરાર થઇ ગયા હતા, જે બાદ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જેમાં પ્રથમ આરોપીઓ સાથે સમાધાનની વાત હોય જે ન થતા આજરોજ આ મામલે પુજારીની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ બીએનએસ કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!