
વાંકાનેર તાલુકાના ગારીડા ગામ ખાતે રહેતા માનસીબેન દેવરાજભાઈ ધોળકીયા (ઉ.વ. ૧૭) નામની સગીરાએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગત તા. ૩૦/૧૦ ના રોજ ઝેર દવા ગટગટાવી લેતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય, જ્યાં સારવાર દરમિયાન ગત સોમવારે તેમનું મોત થતાં, આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે….




