વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા શ્રી ગઢીયા હનુમાન દાદાના મંદિરનાં 25 વર્ષ રજતજયંતિ મહોત્સવ નિમીતે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે શનિવારે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વાંકાનેરની અલગ અલગ 15 જેટલી સંસ્થાઓના સહયોગથી રક્તદાતાઓ ઉમટી પડતાં 117 બોટલ રક્ત એકત્રિત થયું હતું….
આ મહા રક્તદાન કેમ્પ સાથે પોસ્ટ વિભાગ દ્વારા અલગ અલગ યોજનાઓની માહિતી તેમજ આધારકાર્ડ સુધારા વધારાનો કેમ્પ પણ યોજાયો હોય, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સહિત ૧૫ થી વધુ સામાજિક-ધાર્મિક-શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓએ કેમ્પમાં હાજરી આપી રક્તદાતાઓ અને આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં પ્રદેશ ભાજપ વ્યાપાર સેલના સદસ્ય શૈલેષભાઈ ઠક્કર દ્વારા અચૂક હાજરી સાથે આર્થિક યોગદાન આપવામાં આવતું હોય છે, જેમની આ સેવા ભાવનાનું પણ આ તકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ તેમજ સાથે જોડાયેલા સંસ્થાઓના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm