વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પર આવેલ દુધની ડેરીમાંથી અજાણ્યા ઇસમ દ્વારા વેપારીની નજર ચૂકવી રોકડ રકમ ભરેલા થેલાની ચોરી કરવામાં આવી હોય, જે બનાવનો ભેદ વાંકાનેર સિટી પોલીસે ઉકેલી ચોરી કરનાર એક ઇસમની હસનપર ઓવરબ્રીજ નજીકથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પર જય ગોપાલ ડેરી ફાર્મના ખાતેથી ગઈકાલે સવારના સમયે વેપારીપી નજર ચુકવી એક ઇસમ દ્વારા રૂ. 1,94,000ની રોકડ રકમ ભરેલા થેલાની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ ચલાવી ચોરીના બનાવને અંજામ આપનાર આરોપી આફતાબ હસનભાઈ બેલીમ (ઉ.વ. ૨૪, રહે. હાલ હસનપર, મુળ રહે. નાની વાવડી, તા. ગારીયાધાર)ની હસનપર બ્રિજ નજીકથી ચોરી થયેલ મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….