મૂળ રાજકોટના વતની અને હાલ દુબઈ ખાતે રહી નોકરી કરતા યુવાનએ તેના મિત્રને રૂ. 17 લાખના ક્રિપ્ટો કરન્સી સ્ટેબલ કોઇન (યુએસડીટી)ની ખરીદી કરી આપી હોય, જેમાં આ પૈસાની લેતીદેતી મામલે યુવાન ગત તા. 9 ના રોજ દુબઈથી અમદાવાદ લેન્ડ થયો હોય, જ્યાંથી મિત્રો સાથે રાજકોટ તરફ કારમાં જતા રસ્તામાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક આઠ શખ્સોએ યુવાનની કારને આંતર અપહરણ કરી લઇ જઇ માર મારી પૈસાની ઉઘરાણી કરી પરિવાર પાસે ખંડણી માંગતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ત્રણ ઇસમો સામે નામજોગ તથા પાંચ અજાણ્યા ઇસમો સહિત કુલ આઠ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે…..
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી નમનભાઈ દિલીપભાઈ લુણાગરીયા (ઉ.વ. ૨૧, રહે. હાલ અજમાન સીટી, યાશ્મીન એરીયા વીલા નં. ૩૨, દુબઈ. મુળ રહે. રાજકોટ)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી દિવ્યરાજ સંજયભાઈ સોલંકી તથા તેના પિતા સંજયભાઈ સોલંકી (રહે. બંને રાજકોટ), રણજીતભાઈ ડાંગર (રહે. ઠીકરીયાળા, તા. વાંકાનેર) તથા પાંચ અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ તેના મિત્ર દેવ સંદીપભાઈ સિંધવને દુબઈ ખાતેથી ઓનલાઇન ખાતામાં રૂ. 17 લાખ મેળવી યુએસડીટી ખરીદી કરી આપી હોય, જે બાદ આ યુએસડીટી ફરિયાદીના મિત્રને જોતી ન હોય, તેથી પરત કરતાં તેની રકમ રૂ. 15,86,000 નું રાજકોટ આંગડયું કરી આપ્યું હોય, જે બાદ ફરીયાદીના મિત્ર દેવએ ફરિયાદીને ફોન કરી જણાવેલ કે, તારામાં કોઈ દિવ્યરાજનો ફોન આવે તો કે જે દેવએ યુએસડીટીના જે એકાઉન્ટમાં પૈસા નાખ્યા છે, તે ફ્રીઝ થઈ ગયેલ છે, જે મુજબ ફરિયાદીએ ફોનમાં વાત કરેલ હોય,
ત્યારબાદ ગત તા. 09 ના રોજ ફરિયાદી દુબઇથી ફ્લાઇટમાં અમદાવાદ લેન્ડ થઇ મિત્ર પાર્થિવ ઝાપડા તથા હર્ષ પટેલ સાથે કારમાં રાજકોટ જતા હોય જે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી પાસે ફરિયાદીની કારને ઉપરોક્ત આરોપીઓએ રસ્તામાં રોકાવી ધાક ધમકી આપી ત્રણેય મિત્રોના મોબાઈલ તથા પાકીટ બળજબરીથી કઢાવી લઈ, ફરિયાદી પાસેથી પાસપોર્ટ, દુબઈનું આઇડી કાર્ડ, બેંકનું ડેબિટ કાર્ડ, વીસ હજાર રોકડ રકમ તથા કાર પડાવી લઈ, ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી અપહરણ કરી લઇ જઇ ફરીયાદીના મિત્ર દેવએ આરોપીઓ સાથે કરીલ 17 લાખની લેવડદેવડના પૈસાની ફરિયાદી પાસે ઉઘરાણી કરી માર મારી ફરિયાદીના માતા તથા ભાઈને વ્હોટસએપ કોલ કરી ફરિયાદીને છોડવા માટે ખંડણીની માંગણી કરતા હાલ આટલી રકમ તેમની પાસે ન હોય, જેથી તેની અવેજીમાં ફરિયાદીના પરિવાર પાસેથી આઇ-૨૦ કાર નં. GJ 03 KH 8030 મેળવી ફરિયાદીને મુક્ત કરી ગુનો કરતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t