તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન ૨૯ કોલેજની ટીમોએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વાંકાનેરની દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી છણીયારા વિશાલ રાજેશભાઈ (વાંકાનેર)એ ઉત્કર્ષ દેખાવ કરતાં તેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબડ્ડી ટીમમાં પસંદગી કરવામાં આવી છે. આ વિદ્યાર્થી આગામી દિવસોમાં કબડ્ડી સ્પર્ધામાં નેશનલ લેવલે મધ્યપ્રદેશના ઇન્દોર મુકામે ભાગ લેવા માટે જશે. જે બદલ વિદ્યાર્થીને કોલેજ મેનેજમેન્ટ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t