Thursday, February 26, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના દિવાનપરામાં મંડપ સર્વિસની દુકાનમાં આધેડે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું....

    વાંકાનેર શહેરના દિવાનપરામાં મંડપ સર્વિસની દુકાનમાં આધેડે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેરના પતાળીયા રોડ પર આવેલ દિવાનપરા વિસ્તારમાં એક આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા શહેરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ કાપડિયા (ઉ.વ. ૫૦) ના લગ્ન થયેલ ન હોય અને તેઓ લાંબા સમયથી માનસિક અસ્વસ્થ રહેતા હોય દરમિયાન ગઇકાલે સાંજે તેમણે પોતાના ભાઈની મંડપ સર્વિસની દુકાનમાં પંખા સાથે કપડાની દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

    બનાવની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થઇ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!