વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક રોડ પર એક ઇસમ દ્વારા જાહેરમાં કાર પર જોખમી સ્ટંટ કરતો હોય, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ એકટીવ બની સ્ટંટ કરનાર ઈસમની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે તાલુકા પોલીસ ટીમ વાહન ચેકિંગમાં હોય દરમ્યાન એક કાર ચાલક પોતાની કારના ડ્રાઈવર સાઈડના દરવાજામાંથી પોતે ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના ટોપ ઉપર બેસી જઈ જાહેર રસ્તા ઉપર માણસોની જીદગી જોખમાય તે રીતે કારનો સ્ટંટ કરતો જોવામાં આવતા પોલીસે કાર ચાલક મયુરસિંહ ઉર્ફે નાગરાજ હરેશભાઈ અસવાર (ઉ.વ.૨૬, રહે. જૂના ઢુવા)ની કારનો સ્ટંટ કરતા તેમજ કેફી પ્રવાહી પીધેલ હાલતમાં ધરપકડ કરી આરોપીની કાર જપ્ત કરી તેની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0