
વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં ઇટાલિકા સિરામિક નજીક વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂનું વેચાણ કરતા એક મહિલાને રંગેહાથ ઝડપી પાડી હતી. જેમાં પોલીસે સ્થળ પરથી કુલ ૬૦ લિટર દેશી દારૂ (અંદાજિત કિંમત રૂ. ૧૨,૦૦૦) સાથે મહિલા આરોપી ચકુબેન અશ્વિનભાઈ વિજયભાઈ ચારોલીયા (ઉ.વ. ૨૫, રહે. દ્વારકાધીશ હોટલની બાજુમાં, ઢુવા–માટેલ રોડ, તા. વાંકાનેર)ને દારૂનું વેચાણ કરતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો વીરપર ગામના એક ઇસમે વેચાણ માટે પૂરો પાડ્યો હોવાનો ખુલાસો થતાં પોલીસે તેની વિરુદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





