વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ઓવરબ્રિજ નજીકથી વાહન ચેકિંગ દરમિયાન અહીંથી પસાર થતી સેન્ટ્રો કાર નં. GJ 03 EL 1875 ને રોકી તલાસી લેતા કારમાંથી 110 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે આ બનાવમાં કાર ચાલક વિપુલભાઈ પ્રવીણભાઈ ચાવડા (રહે. અરૂણોદય નગર, મોરબી) અને ગજાનંદભાઈ ભરતભાઈ મહોત (રહે. આઇટેલ સીરામીક, મોરબી)ને વિદેશી દારૂ, કાર તથા બે મોબાઈલ સહિત કુલ રૂ. 3,14,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા…

આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂનો જથ્થો મોકલનાર તરીકે વિનાભાઈ (રહે. વિંછીયા, જી. રાજકોટ) નું નામ ખુલતા પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેર પોલીસની આ સફળ કામગીરીથી વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી પર મોટો પ્રહાર થયો છે….



