Monday, March 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ધમલપર ગામે 32 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં...

    વાંકાનેરના ધમલપર ગામે 32 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં મોત….

    વાંકાનેર તાલુકાના ધમલપર ગામમાંથી એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ગામમાં રહેતા એક 32 વર્ષીય આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણી લીધો હતો….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ધમલપર ગામે રહેતા ધરમશીભાઈ ભરતભાઇ અબાસણીયા (ઉંમર વર્ષ ૩૨) નામના યુવાને ગતરાત્રીના કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી હતી, જેમાં ઝેરી દવાની ગંભીર અસર થતા યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. યુવાને ક્યા માનસિક તણાવ કે સંજોગો હેઠળ આવું અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી અને કારણ અકબંધ છે…

    આ બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ (A.D.) ની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર જીવન ટૂંકાવ્યું તેની સચ્ચાઈ જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!