વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે વાંકીયા રોડ ઉપર બાકી વિજબીલના ઉઘરાણા માટે ફરજ પર નિકળેલ પીજીવીસીએલના કર્મચારીઓને રસ્તામાં ઉભા રાખી ‘ તમોએ અમારી વાડીનું વિજ જોડાણ કેમ કાપી નાખ્યું ? ‘ કહીં ત્રણ ઇસમોએ ઝપાઝપી કરી, ગાળો આપી અને માર મારવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતાં ત્રણેય સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પીજીવીસીએલમાં રૂરલ-૧ ડિવિઝનમાં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ નિર્મલસિંહ ગોહિલએ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી ગઈકાલે પીજીવીસીએલની ફરજ ઉપર હોય ત્યારે હરપાલસિંહ તથા તેમની સાથે આસિસ્ટન્ટ લાઈનમેન સહદેવગીરી બાકી વિજ બીલની ઉઘરાણી માટે નિકળતા વાંકાનેરના રાતીદેવરી ગામે વાંકીયા રોડ ઉપર રસ્તામાં આરોપી મહમદફરીદ ઉસમાનભાઈ કડીવારએ બંને કર્મચારીઓને ઉભા રાખી,
” તમોએ ગઈકાલે વાડીનું વિજ જોડાણ કેમ કાપી નાખ્યું ? ” કહેતા જણાવેલ કે વીજ બીલ ન ભર્યાને કારણે વીજ જોડાણ કાપી નાખ્યું છે, જેથી એકદમ ઉશ્કેરાઇ ગયેલા આરોપીએ બંને વિજ કર્મચારીઓને ગાળો આપી, ઝપાઝપી કરવા લાગ્યા તે દરમિયાન આરોપીના સંબંધી કડીવાર ગુલાબમોયુદિન તથા કડીવાર યુસુફભાઈ ત્યાં આવી પહોંચી તે પણ બન્ને વિજ કર્મચારીઓને સાથે ઝપાઝપી કરી, ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm